14 Important Days in July | જુલાઈ મહિનામાં ઉજવવામાં આવતા મહત્વના દિવસો

Important Days in July : નમસ્તે વિદ્યાર્થી મિત્રો આ પોસ્ટમાં આપણે જુલાઈ મહિનામાં ઉજવવામાં આવતા મહત્વના દિવસો ( 14 Important Days in July ) ના Current Affairs વિશે વાત કરીશું જે આવનારી તમામ સરકારી પરિક્ષા માટે ખુબજ ઉપયોગી છે

Important Days in July videos

Important Days in July
Important Days in July

14 Important Days in July

1 જુલાઈ રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ

સમગ્ર ભારતમાં 1 જુલાઈના રોજ ” રાષ્ટ્રીય ડૉક્ટર દિવસની ” ઉજવણી કરવામાં આવે છે

રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ ” ડૉ.બિધાન ચંદ રોય ” ની યાદમાં ઉજવવામાં આવે છે

ભારતીય કેંદ્ર સરકાર દ્વારા  ” રાષ્ટ્રીય ડૉક્ટર દિવસની ”  ઉજવણી કરવામાં આવે છે

પ્રથમ  ” રાષ્ટ્રીય ડૉક્ટર દિવસની ” ઉજવણી 1991 ની સાલમાં કરવામાં આવી હતી

ડૉ.બિધાન ચંદ રોય પશ્વિમ બંગાળના બીજા મુખ્યમંત્રી બન્યા હતા 

ડૉ.બિધાન ચંદ રોય નો જન્મ 1 જુલાઈ 1882 ના રોજ બિહાર રાજ્યના પટના ખાતે થયો હતો

તેમણે પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી શાસન કાળમાં બંગાળના 5 શહેરોની સ્થાપના કરી હતી

તેઓ ખુબજ જાણીતા ફિઝીશીયન અને શિક્ષણવિદ્દ હતા

તેમને વર્ષ 1961 માં ” ભારત રત્ન ” પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવ્યા હતા

4 જુલાઈ સ્વામી વિવેકાનંદ સ્મૃતિ દિવસ

ભારતમાં 4 જુલાઈ ના રોજ ” સ્વામી વિવેકાનંદ સ્મૃતિ ” દિવસની ઉજવણી કરવામાં આવી હતી

” સ્વામી વિવેકાનંદ સ્મૃતિ ” દિવસ તેમની પુણ્યતિથી ની યાદમાં ઉજવવામાં આવે છે

સ્વામી વિવેકાનંદ નું બાળપણ નું નામ નરેન્દ્રનાથ દત્ત હતું

સ્વામી વિવેકાનંદ નો જન્મ 12 જાન્યુઆરી 1863 ના રોજ કલકત્તામાં થયો હતો

તેમનું મૃત્યુ 4 જુલાઈ 1902 ના રોજ 39 ની ઉંમરમાં થયું હતું

7 જુલાઈ વિશ્વ ચોકલેટ દિવસ

વિશ્વ ચોકલેટ દિવસની ઉજવણી વર્ષ 2009 થી કરવામાં આવે છે 

પરંતું કેટલાક લોકોનું એવું માનવું છે કે યુરોપમાં 7 જુલાઈ 1550 થી ચોકલેટની રજૂઆતની ઉજવણી કરે છે.

બીજા અન્ય કેટલાક ચોકલેટ દિવસની વાત કરીએ તો 28 ઓક્ટોબરના રોજ યુનાઇટેડ સ્ટેટ્સમાં રાષ્ટ્રીય ચોકલેટ દિવસ ઉજવવામાં આવે છે

લાતવિયામાં ચોકલેટ દિવસ 11 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે

11 જુલાઈ વિશ્વ વસ્તી દિવસ

સમગ્ર વિશ્વમાં 11 જુલાઈના દિવસે ” વિશ્વ વસ્તી દિવસ ” ની ઉજવણી કરવામાં આવે છે

11 જુલાઈ 1987ના રોજ વિશ્વની વસ્તી 5 અબજ ને પાર થઈ ગઈ હતી

આ દિવસને ધ્યાનમાં રાખી 11 જુલાઈના રોજ  ” વિશ્વ વસ્તી દિવસ ” ની ઉજવણી કરવામાં આવે છે

વિશ્વ વસ્તી દિવસ ઉજવવાની શરૂઆત 11 જુલાઈ 1989 ના રોજ સંયુક્ત રાષ્ટ્રના વિકાસ ક્રાર્યક્રમ અંતર્ગત શરૂ કરવામાં આવ્યું હતું

15 જુલાઈ વિશ્વ યુવા કૌશલ દિવસ

સમગ્ર વિશ્વમાં દર 15 જુલાઈ ના રોજ ” વિશ્વ યુવા કૌશલ દિવસની ઉજવણી કરવામાં આવે છે

આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતું યુવાનો ને રોજગારી આપવા તથા સ્કિલ ડેવલપમેન્ટ માટેનો છે

વિશ્વ યુવા કૌશલ દિવસની ઉજવણી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવે છે

વિશ્વ યુવા કૌશલ દિવસની ઉજવવાની શરૂઆત 15 જુલાઈ 2015 થી કરવામાં આવી હતી

16 જુલાઈ વિશ્વ સાપ દિવસ

સમગ્ર વિશ્વમાં 16 જુલાઈના દિવસે ” વિશ્વ સાપ દિવસ ” ની ઉજવણી કરવામાં આવે છે

સમગ્ર વિશ્વમાં સાપોની વિવિધ જાતોની જાગૃતિ પ્રદાન કરવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે

પુરા વિશ્વમાં સાપોની આશરે 3,500 પ્રજાતિઓ જોવા મળે છે

જેમાં લગભગ 600 જેટલી પ્રજાતીઓ જેરી છે

વિશ્વનો સૌથી નાનો સાપ બાર્બાડોસ થ્રેડ સાપ છે તેની સરખામણીમાં, સૌથી લાંબો સાપ રેટિક્યુલેટેડ અજગર છે

17 જુલાઈ વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ

સમગ્ર વિશ્વમાં 17  જુલાઈ ના રોજ વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ તરીકે ઉજવવામાં આવે છે

આંતરરાષ્ટ્રીય ન્યાય માટેનો વિશ્વ દિવસ, જેને આંતરરાષ્ટ્રીય ગુનાહિત ન્યાય દિવસ અથવા આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે

ગુનાહિત ન્યાયની ઉભરતી વ્યવસ્થાને ઓળખવાના પ્રયાસના ભાગરૂપે 17 જુલાઇના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવતો આંતરરાષ્ટ્રીય દિવસ છે

1 જૂન 2010 ના રોજ, કંપાલા (યુગાન્ડા) માં યોજાયેલી રોમ સ્ટેચ્યુટની સમીક્ષા પરિષદમાં, રાજ્ય પક્ષોની વિધાનસભાએ 17 જુલાઈને આંતરરાષ્ટ્રીય ગુનાહિત ન્યાય દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું

દર વર્ષે, વિશ્વભરના લોકો આંતરરાષ્ટ્રીય ફોજદારી ન્યાયને પ્રોત્સાહન આપવા માટે ખાસ કરીને આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટને ટેકો આપવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે

18 જુલાઈ આંતરાષ્ટ્રીય નેલસન મંડેલા દિવસ

18 જુલાઈ ના રોજ આંતરાષ્ટ્રીય નેલસન મંડેલા દિવસની ઉજવણી કરવામાં આવે છે

દક્ષિણ આફ્રિકાના ભુતપુર્વ રાષ્ટ્રપતી નેલસન મંડેલાની જન્મ જયંતિની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે

વર્ષ 2010 થી નેલસન મંડેલા આંતરાષ્ટ્રીય દિવસની ઉજવણી કરવાનું નક્કી કરાયું હતું

તેમનો જન્મ 18 જુલાઈ 1918 ના રોજ દક્ષિણ આફ્રિકાના મેવોઝ કેપ પ્રાંતમાં થયો હતો 

તેઓ દક્ષિણ આફ્રિકામાં રંગભેદ નાબુદ કરવા મહાત્માં ગાંધી ચિંધ્યા માર્ગે લડત લડ્યા હતા અને 27 વર્ષ જેલમાં પણ રહ્યા હતા 

20 જુલાઈ આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ

સમગ્ર વિશ્વમાં 20 જુલાઈના રોજ ” આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ ” તરીકે ઉજવવામાં આવે છે

આંતરરાષ્ટ્રીય ચેસ દિવસની ઉજવણી યુનેસ્કો દ્વારા કરવામાં આવે છે

પ્રથમ આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ 20 જુલાઈ 1966 ના રોજ કરવામાં આવી હતી

22 જુલાઈ નેશનલ મેંગો ડે

ભારતમાં દર વર્ષે 22 જુલાઈ ના રોજ નેશનલ મેંગો ડે એટલે કે રાષ્ટ્રીય કેરી દિવસની ઉજવણી કરવામાં આવે છે

રાષ્ટ્રીય કેરી દિવસ ઉજવવાનો મુખ્ય હેતું ભારતમાં કેરી વિશે વધારે માહિતી ફેલાવવાનો છે

કેરીનું વૌજ્ઞાનિક નામ મેંગીફેરા ઈન્ડિકા છે

ભારતના કેરળ રાજ્યના કનનુર જિલ્લાના કન્નમપુરમ ” સ્વદેશી મેંગો હેરીટેજ એરિયા ” જાહેર કરવામાં આવ્યો છે 

આ વિસ્તારમાં લગભગ કેરીની 200 જેટલી જાતો જોવા મળે છે

આ ઉપરાંત ગુજરાતના તાલાલા ગીર વિસ્તારની કેસર કેરી પુરા વિશ્વમાં પ્રસિદ્ધ છે

23 જુલાઈ રાષ્ટ્રીય પ્રસારણ દિવસ

સમગ્ર ભારતમાં 23 જુલાઈના રોજ રાષ્ટ્રીય પ્રસારણ દિવસ મનાવવામાં આવે છે

ભારતમાં સૌપ્રથમ રેડિયો પ્રસારણ 23 જુલાઈ, 1927 ના રોજ બોમ્બે સ્ટેશનથી કરવામાં આવ્યું હતું.

બોમ્બે સ્ટેશન ની માલિકી ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કંપનીની હતી જે એક ખાનગી કંપની હતી

ત્યાર બાદ ભારત સરકારે 1 એપ્રિલ, 1930 ના રોજ પ્રસારણ સંભાળ્યું અને તેનું નામ બદલીને ભારતીય રાજ્ય પ્રસારણ સેવા (ISBS) કર્યું.હતું

8 જૂન, 1936 ના રોજ, ભારતીય રાજ્ય પ્રસારણ સેવા ઓલ ઇન્ડિયા રેડિયો બની હતી

24 જુલાઈ આવક વેરા દિવસ

ભારતમાં દર વર્ષે 24 જુલાઈ ના રોજ ” આવક વેરા દિવસ ” તરીકે ઉજવવામાં આવે છે

1857ના ભારતના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામમાં થયેલી નુકશાનીની ભરપાઈ કરવા માટે ભારતમાં આવક વેરો લગાવવામાં આવ્યો હતો

આ ઘટનાને વર્ષ 2010 માં 150 વર્ષ પુર્ણ થયા હતા

આથી આ દિવસની યાદમાં ભારત સરકાર ના ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા 24 જુલાઈ 2010 થી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે

26 જુલાઈ કારગિલ વિજય દિવસ

ભારતમાં દર વર્ષે 26 જુલાઈના રોજ ” કારગિલ વિજય દિવસની ” ઉજવણી કરવામાં આવે છે

તેને વિજય દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે

1999 માં ભારત અને પાકિસ્તાનના યુદ્ધ વખતે ભારતીય સેના દ્વારા ઓપરેશન વિજય હાથ ધરવામાં આવ્યું હતું

આ ઓપરેશનમાં 26 જુલાઈ 1999માં ભારતનો વિજય થયો હતો આથી ભારતમાં દર 26 જુલાઈના રોજ ” કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવે છે

28 જુલાઈ વિશ્વ હેપેટાઈટિસ દિવસ

સમગ્ર વિશ્વમાં 28 જુલાઈ ના રોજ ” વિશ્વ હેપેટાઈટિસ દિવસની ” ઉજવણી કરવામાં આવે છે

વિશ્વમાં હેપેટાઈટિસ ની બીમારીની જાગૃતિ માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે

હેપેટાઈટિસ એ લિવર ઈન્ફેક્શન સાથે સંકળાયેલી બીમારી છે

સમગ્ર વિશ્વમાં 28 જુલાઈ ના રોજ ” વિશ્વ પ્રકૃતિ દિવસ ” તરીકે પણ ઉજવવામાં આવે છે

વિશ્વ પ્રકૃતિ દિવસ ઉજવવાનો મુખ્ય હેતું વિશ્વને સ્વસ્થ રાખવા પર્યાવરણ અને કુદરતી સંસાધનોની જાળવણી અંગે લોકોને જાગૃત કરવા

મિત્રો Important Days in July વાળું પોસ્ટ તમને કેવું લાગ્યુ અમને જરૂર જણાવજો આભાર

Important Days in July FAQ

  1. રાષ્ટ્રીય ડૉક્ટર દિવસની કયારે કરવામાં આવે છે

    1 જુલાઈ

  2. સ્વામી વિવેકાનંદ સ્મૃતિ દિવસની ઉજવણી કયારે કરવામાં આવે છે

    4 જુલાઈ

  3. વિશ્વ ચોકલેટ દિવસની ઉજવણી કયારે કરવામાં આવે છે

    7 જુલાઈ

  4. વિશ્વ વસ્તી દિવસ ની ઉજવણી કયારે કરવામાં આવે છે

    11 જુલાઈ

  5. વિશ્વ યુવા કૌશલ દિવસની ઉજવણી કયારે કરવામાં આવે છે

    15 જુલાઈ

  6. વિશ્વ સાપ દિવસની ઉજવણી કયારે કરવામાં આવે છે

    16 જુલાઈ

  7. વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ ની ઉજવણી કયારે કરવામાં આવે છે

    17 જુલાઈ

  8. આંતરાષ્ટ્રીય નેલસન મંડેલા દિવસની ઉજવણી કયારે કરવામાં આવે છે

    18 જુલાઈ

  9. આંતરરાષ્ટ્રીય ચેસ દિવસની ઉજવણી કયારે કરવામાં આવે છે

    20 જુલાઈ

  10. નેશનલ મેંગો ડેની ઉજવણી કયારે કરવામાં આવે છે

    22 જુલાઈ

  11. રાષ્ટ્રીય પ્રસારણ દિવસની ઉજવણી કયારે કરવામાં આવે છે

    23 જુલાઈ

  12. આવક વેરા દિવસની ઉજવણી કયારે કરવામાં આવે છે

    24 જુલાઈ

  13. કારગિલ વિજય દિવસની ઉજવણી કયારે કરવામાં આવે છે

    26 જુલાઈ

  14. વિશ્વ હેપેટાઈટિસ દિવસની ઉજવણી કયારે કરવામાં આવે છે

    28 જુલાઈ

  15. વિશ્વ પ્રકૃતિ દિવસની ઉજવણી કયારે કરવામાં આવે છે

    28 જુલાઈ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *