Tokyo Olympics 2020 Current Affairs in Gujarati

Best Tokyo Olympics 2020 Current Affairs in Gujarati

નમસ્તે દોસ્તો આ પોસ્ટમાં આપણે Tokyo Olympics 2020 Current Affairs in Gujarati વિશે સંપુર્ણ માહિતી મેળવીશું જે આવનારી સરકારી ભરતી માટે ખુબજ ઉપયોગી સાબીત થશે બીજુ મિત્રો તમે Tokyo Olympics 2020 Current Affairs in Gujarati ની PDF મેળવવા માંગતા હો તો અમેને યુટયુબ માં કંમેટ કરો કેટલા મિત્રોને જોઈએ છે

Tokyo Olympics 2020 Current Affairs in Gujarati

Tokyo Olympics 2020 Current Affairs in Gujarati
Tokyo Olympics 2020 Current Affairs in Gujarati

Tokyo Olympics 2020 Current Affairs in Gujarati Videos

Tokyo Olympics 2020 Current Affairs in Gujarati Videos

ટોક્યો ઓલિમ્પિક 2020 નું આયોજન 24 જુલાઈથી 9 ઓગસ્ટ 2020 સુધી થવાનું હતું, 

પરંતું કોવિડ -19 રોગચાળાને કારણે રમતો 23 જુલાઈથી 8 ઓગસ્ટ 2021 સુધી મુલતવી રાખવામાં આવી હતી.

ટોક્યો ઓલિમ્પિક 2020 ની શરૂઆત 23 જુલાઈ 2021 ના રોજ કરવામાં આવી હતી

ટોક્યો ઓલિમ્પિક 2020 નું સમાપન 8 ઓગસ્ટ 2021 ના રોજ કરવામાં આવ્યું હતું

ટોક્યો ઓલિમ્પિક 2020 ભારતે 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 4 કાંસ્ય પદક સહિત કુલ 7 મેડલ જીત્યા છે 

ટોક્યો ઓલિમ્પિક 2020 માં નિરજ ચોપડાએ પુરુષ ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો છે

આ સાથેજ નિરજ ચોપડાએ ઓલિમ્પિક ઈતિહાસમાં ભારતને એથ્લેટિકમાં પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો છે

નિરજ ચોપડાએ જેવેલિન થ્રો ( ભાલા ફેંક ) ઈવેન્ટમાં 87.54 મીટર દુર ભાલો ફેંકી ગોલ્ડ મેડલ જીત્યો છે

નિરજ ચોપડાને હરિયાણા સરકાર તરફથી 6 કરોડ રૂપિયા, ક્લાસ 1 ની સરકારી નોકરી આપવાની જાહેરાત કરી છે

પંજાબ સરકાર નિરજ ચોપડા ને 2 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે

વર્ષ 2008માં અભીનવ બિંદ્રાએ શુટિંગ માં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો ત્યારબાદ વ્યક્તિગત ગોલ્ડ મેડલ અપાવનાર બીજા વ્યક્તિ નિરજ ચોપડા બન્યા છે

નિરજ ચોપડાનો જન્મ 24 ડિસેમ્બર 1997 ના રોજ હરિયાણા રાજ્યના પાણીપત જિલ્લાના ખાંદ્રા ગામમાં થયો હતો

નિરજ ચોપડા ભારતીય સેનાના નાયબ સુબેદારના પદ પર છે

તેઓ સેનામાં રાજપુતાના રાઈફલ સાથે સંકળાયેલા છે

ભારતીય સેનામાં મહત્વપુર્ણ યોગદાન બદલ વર્ષ 2020 માં તેમને ” વિશિષ્ઠ સેવા મંડલ ” ( VSM ) એવોર્ડ એનાયત કરાયો હતો

આ ઉપરાંત નિરજ ચોપડાને વર્ષ 2018 માં અર્જુન એવોર્ડ થી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા

ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતના મિરાબાઈ ચાનુએ વેઈટ લિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીત્યો છે

મિરાબાઈ ચાનુએ 49 કિલોગ્રામ વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો છે

આ સિલ્વર મેડલ જીતીને મિરાબાઈ ચાનુએ ટોક્યો ઓલિમ્પિક 2020 મેડલ જીતવાનું ખાતુ ખોલ્યું હતું

આ સાથેજ ભારતે ઓલિમ્પિકના પ્રથમ દિવસેજ વેઈટ લિફ્ટિંગમાં મેડલ જીત્યો હોય તેવું પ્રથમ વખત બન્યું છે

મિરાબાઈ ચાનુનો જન્મ 8 ઑગસ્ટ 1994ના રોજ મણિપુરના ઈમ્ફાલ ખાતે થયો હતો

મિરાબાઈ ચાનુએ 2014ના કોમનવેલ્થ માં પણ સિલ્વર મેડલ જીત્યો હતો

આ ઉપરાંત 2018ના કોમનવેલ્થ માં ગોલ્ડ મેડલ અને વર્ષ 2017ની વર્લ્ડ ચેમ્પિયનશીપ માં પણ તેમણે ગોલ્ડ મેડલ જીત્યો હતો

મિરાબાઈ ચાનુને ભારત સરકાર દ્વારા રાજીવગાંધી ખેલરત્ન અને પદ્મશ્રી પુરસ્કાર થી સન્માનીત કરવામાં આવ્યા હતા

ટોક્યો ઓલિમ્પિક 2020 માં ભારતના યુવા કુસ્તીબાજ રવિ દહિયાએ પણ સિલ્વર મેડલ જીત્યો છે

રવિ દહિયાએ 57 કિલોગ્રામ વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો છે

રવિ દહિયા નો જન્મ 12 ડિસેમ્બર 1997 ના રોજ હરિયાણા રાજ્યના સોનીપત માં થયો હતો

રવિ દહિયા એક ફ્રી સ્ટાઈલ કુસ્તીબાજ છે 

તેમણે એશીયન ચેમ્પિયનશીપમાં બે ગોલ્ડ મેડલ પણ જીત્યા છે

તેમણે વર્ષ 2019 ની વર્લ્ડ ચેમ્પિયનશીપ અને વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપમાં બ્રોન્જ મેડલ જીત્યા છે

ટોક્યો ઓલિમ્પિક 2020 માં ભારતના પ્રસિદ્ધ બેડમિન્ટન ખેલાડી પી.વી.સિંધુએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે

આ સાથેજ પી.વી.સિંધુ ઓલિમ્પિકમાં વ્યક્તિગત 2 મેડલ જીતનાર ભારતના પ્રથમ મહિલા ખેલાડી બનીગયા છે

પી.વી.સિંધુએ વર્ષ 2016ના રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો

ઓલિમ્પિકમાં ભારતને બેડમિન્ટનમાં અત્યાર સુધી 3 મેડલ મળ્યા છે

આ અગાઉ વર્ષ 2012ના લંડન ઓલિમ્પિકમાં સાઈના નહેવાલે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો

પી.વી.સિંધુનું પુરૂનામ પુસર્લા વેંકટા સિંધુ છે 

પી.વી.સિંધુનો જન્મ 5 જુલાઈ 1995ના રોજ તેલંગાણા રાજ્યના હૈદરાબાદ ખાતે થયો હતો

પી.વી.સિંધુને વર્ષ 2013 માં અર્જુન એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા

વર્ષ 2015 માં પદ્મશ્રી પુરસ્કાથી સન્માનિત કરવામાં આવ્યા હતા

વર્ષ 2016 માં રાજીવગાંધી ખેલરત્ન પુરસ્કાથી સન્માનિત કરવામાં આવ્યા હતા

વર્ષ 2020 માં પધ્મ ભુષણ પુરસ્કાથી સન્માનિત કરવામાં આવ્યા હતા

ટોક્યો ઓલિમ્પિક 2020 માં ભારતીય મહિલા બોક્સર લવલીના બોરગોહેને બ્રોન્ઝ મેડલ જીત્યો છે

આ સાથેજ તેઓ એમ.સી.મેરી કોમ બાદ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર બીજા ભારતીય મહિલા બોક્સર બનીગયા છે

એમ.સી.મેરી કોમે વર્ષ 2012ના લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો

લવલીના બોરગોહેન નો જન્મ 2 ઓક્ટોબર 1997ના રોજ આસામ રાજ્યના ગોલાઘાટ જીલ્લામાં થયો હતો

તેમણે વર્ષ 2018 માં આંતરાષ્ટ્રીય બોઈંગ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો

તેમણે 2017 માં એશિયન બોક્સિંગ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો

વર્ષ 2020 માં તેમને અર્જુન એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા

ટોક્યો ઓલિમ્પિક 2020 માં ભારતના પ્રસિદ્ધ રેસલર (કુસ્તીબાજ) બજરંગ પુનિયાએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે

બજરંગ પુનિયાએ 65 કિલોગ્રામ ફ્રી સ્ટાઈલ વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે

બજરંગ પુનિયાનો જન્મ 26 ફેબ્રુઆરી 1994 ના રોજ હરિયાણા રાજ્યના ઝજ્જર જિલ્લાના ખુદાન ગામમાં થયો હતો

વર્ષ 2017 માં યોજાયેલ સિનિયર એશિયન રેસલિંગ ચેમ્પિયનશીપમાં ભારતને સૌપ્રથમ વખત ગોલ્ડ મેડલ અપાવ્યો હતો

વર્ષ 2018 માં યોજાયેલ એશિયન ગેમ્સમાં તેમણે ગોલ્ડ મેડલ જીત્યો હતો 

તેઓ વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપમાં 3 મેડલ જીતનાર ભારતના એકમાત્ર ખેલાડી છે

તેઓને વર્ષ 2015 માં અર્જુન એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા

વર્ષ 2019 માં પદ્મશ્રી પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવ્યા હતા

વર્ષ 2019 માં મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા

વર્ષ 2020 માં ફિક્કી ઈંડિયા સ્પોર્ટ્સ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા

ટોક્યો ઓલિમ્પિક 2020 માં ભારતીય પુરુષ હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો છે

ભારતીય પુરુષ હોકી ટીમે 41 વર્ષ બાદ ઓલિમ્પિક માં એવોર્ડ મેળવ્યો છે

આ અગાઉ ભારતીય પુરુષ હોકી ટીમે 1980 ના ઓલિમ્પિક માં ગોલ્ડ મેડલ જીતો હતો

અત્યાર સુધીમાં ભારતીય પુરુષ હોકી ટીમે  ઓલિમ્પિક માં 8 ગોલ્ડ મેડલ 1 સિલ્વર મેડલ અને 3 બ્રોન્ઝ મેડલ જીત્યા છે

Tokyo Olympics 2020 Current Affairs in Hindi

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *