Gujarat Mukhyamantri Bhupendra Patel Biography in Gujarati, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેંદ્ર પટેલનું જીવન પરિચય

નમસ્તે મિત્રો આ પોસ્ટમાં આપણે ગુજરાતના નવા અને 17 મા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) ની જીવન પરિચય (Bhupendra Patel Biography in Gujarati) ની માહિતી મેળવીશું

Bhupendra Patel Biography in Gujarati
Bhupendra Patel Biography in Gujarati

Bhupendra Patel Biography in Gujarati (ભુપેંદ્ર પટેલનું અંગત જીવન)

ભુપેંદ્ર પટેલનું પુરુનામ ભુપેંદ્ર ભાઈ રજનીકાંત પટેલ છે, તેમની પનીનું નામ હેતલબેન ભુપેંદ્રભાઈ પટેલ છે, ભુપેંદ્રભાઈ પટેલનો જ્ન્મ 15 જુલાઈ 1962 ના રોજ થયો હતો તેમનું વતન અમદાવાદનું  શીલજ છે,

તેમના ભાઈનું નામ  કેતન ભાઈ રજનીકાંત પટેલ છે, તેમના પુત્રનું નામ અનુજ ભુપેંદ્રભાઈ પટેલ અને તેમની પુત્રવધૂનું નામ દેવાંશી અનુજ પટેલ છે,તેઓ પાટીદાર પટેલ છે,

ભુપેંદ્રભાઈ પટેલે 1982 માં સરકારી પોલિટેકનિક, અમદાવાદમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા મેળવ્યો હતો, તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા છે ભુપેંદ્રભાઈ પટેલ વ્યવસાયે બિલ્ડર છે,

તેઓ સરદારધામ વિશ્વ પાટીદાર કેન્દ્રના ટ્રસ્ટી અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની સ્થાયી સમિતિના અધ્યક્ષ છે તેમને ક્રિકેટ અને બેડમિન્ટન તેમના મનપસંદ ખેલ છે,

પુરુ નામભુપેંદ્ર રજનીકાંત પટેલ
હુલામણું નામદાદા તરીકે ઓળખાતા
પત્નીનું નામહેતલ બેન પટેલ
જન્મ તારીખ15 જુલાઈ 1962
જન્મ સ્થળશીલજ, અમદાવાદ, ગુજરાત
રાષ્ટ્રીયતાભારતીય
વતનશીલજ, અમદાવાદ, ગુજરાત
જાતિપટેલ (પાટીદાર)
ધર્મહિંદુ
શૈક્ષણિક લાયકાતસિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા (અમદાવાદ)
ભાઈનું નામકેતન ભાઈ પટેલ
પુત્રનું નામઅનુજ પટેલ
પુત્રવધૂનું નામદેવાંશી પટેલ
Bhupendra Patel Biography in Gujarati

ભુપેન્દ્ર પટેલની રાજકીય કારકિર્દી (Bhupendra Patel’s political career)

  • ભુપેંદ્ર પટેલ 1995-96, 1999-2000 અને 2004-06માં મેમનગર નગરપાલિકાના સભ્ય રહ્યા હતા. 
  • તેઓ 1999-2000માં મેમનગર નગરપાલિકાના પ્રમુખ પણ રહ્યા હતા. 
  • તેઓ 2008 થી 2010 સુધી અમદવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન પણ રહી ચુક્યા છે. 
  • ભુપેંદ્ર ભાઈ 2010 થી 2015 સુધી તેઓ થલતેજ વોર્ડના કાઉન્સિલર હતા,
  • તેઓ 2015 થી 2017 સુધી અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) ના ચેરમેન હતા.
  • આ ઉપરાંત તેમણે અમદવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી છે

ગુજરાત વિધાનસભાના સભ્ય (Member of Gujarat Legislative Assembly)

ભુપેંદ્રભાઈએ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઘાટલોડિયા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના સભ્ય તરીકે કોંગ્રેસના શશીકાંત પટેલ સામે બહુમત થી વિજય મેળવ્યો હતો અને ઘાટલોડિયા મતવિસ્તાર માટે ગુજરાત વિધાનસભાના સભ્ય બન્યા હતા

ગુજરાતના મુખ્યમંત્રી (Chief Minister of Gujarat)

11 સપ્ટેમ્બર 2021 ના ​​રોજ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તેના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું ત્યારબાદ 12 સપ્ટેમ્બર 2021 ના રોજ ભુપેંદ્રભાઈ પટેલને ગુજરાતના નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા 13 સપ્ટેમ્બર 2021 ના રોજ ભુપેંદ્રભાઈએ ગુજરાતના નવા મુખ્યમંત્રી (CM) માટેના શપથ ગ્રહણ કર્યા હતા

ગુજરાતમાં પહેલી ટર્મમાં મુખ્યમંત્રી પદ મળ્યું હોય તેવા ભૂપેન્દ્ર પટેલ ચોથા નેતા

ગુજરાતમાં પહેલી ટર્મમાં જ ધારાસભ્ય હોય અને મુખ્યમંત્રી પદ મળ્યું હોય તેવા ભૂપેન્દ્ર પટેલ ચોથા નેતા છે, આ અગાઉ વિજય રૂપાણી, નરેન્દ્ર મોદી અને શંકરસિંહ વાઘેલા મુખ્યમંત્રી બન્યા હતા. જ્યારે નરેન્દ્ર મોદી ધારાસભ્ય બને તે પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા, તથા મુખ્યમંત્રી બન્યા બાદ વર્ષ ૨૦૦૧માં રાજકોટથી નરેન્દ્ર મોદી પહેલી વાર ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા, એ વખતે કેશુભાઈ પટેલને ગુજરાતના મુખ્યમંત્રી પદેથી હટાવવામાં આવ્યા હતા.

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી વર્ષ ૨૦૧૫માં ધારાસભ્ય તરીકે પેટા ચૂંટણીમાં રાજકોટ ખાતેથી ચૂંટાયા હતા, એ પછી તેઓ ૨૦૧૬માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. વજુભાઈ વાળા રાજયપાલ બનતાં તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. જેના કારણે રાજકોટમાં પેટા ચૂંટણી યોજાઈ હતી.

આ અગાઉ શંકરસિંહ વાઘેલા પણ વગર ધારાસભ્ય પદે મુખ્યમંત્રી પદ ધારણ કર્યું હતું અને એ પછી રાધનપુર બેઠક ઉપરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. હવે ઘાટલોડિયા બેઠકના ધારાસભ્ય એવા ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જાહેર થયા છે. ધારાસભ્ય તરીકે તેમની આ પહેલી ટર્મ છે. ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ મતો તેમણે મેળવ્યા હતા, મતો મેળવવાની સાથે સૌથી વધુ જંગી લીડથી તેઓ જીત્યા હતા.

આ પણ વાંચો : Avani Lekhara Biography in Hindi

Bhupendra Patel Biography in Gujarat Videos

ભુપેન્દ્ર પટેલની બાયોગ્રાફી નો વિડિયો
  1. ગુજરાતના નવા મુખ્યમંત્રી કોને બનાવવામાં આવ્યા છે?

    ભૂપેન્દ્ર પટેલ

  2. ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના કેટલામાં મુખ્યમંત્રી બન્યા છે?

    17 મા મુખ્યમંત્રી

  3. ભૂપેન્દ્ર પટેલ કયાંના ધારાસભ્ય છે?

    ઘાટલોડિયા

  4. ભૂપેન્દ્ર પટેલ નો જન્મ કયાં થયો હતો?

    શીલજ, અમદાવાદ, ગુજરાત

  5. ભૂપેન્દ્ર પટેલ નો જન્મ કયારે થયો હતો?

    15 જુલાઈ 1962

  6. ભૂપેન્દ્ર પટેલ કયા નામે ઓળખાય છે?

    દાદા

તો મિત્રો તમને અમારૂ આ Gujarat Mukhyamantri Bhupendra Patel Biography in Gujarati, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેંદ્ર પટેલનું જીવન પરિચય વાળું પોસ્ટ પસંદ આવ્યું હોય તો જરૂર શેયર કરજો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *