Top 10 richest person in india 2021 | વર્ષ 2021 ના ભારતના સૌથી ધનવાન 10 વ્યક્તિની યાદી

top 10 richest person in india 2021 : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ફોર્બ્સ ઈન્ડિયા ની ભારતના સૌથી ધનવાન વ્યક્તિની લિસ્ટ મુજબ દેશના સૌથી ધનિક વ્યક્તિ છે. ગયા વર્ષથી તેમની સંપત્તિમાં $4 બિલિયન ડૉલરનો વધારો થયો છે, મુકેશ અંબાણીએ વર્ષ 2008 થી લગાતાર ભારતના સૌથી ધનવાન વ્યક્તિનું બિરુદ મેળવ્યું છે

આ પણ જરૂર વાંચો : 100‌+ ગુજરાતી સુવિચાર

વર્ષ ૨૦૨૧ ના ભારતના સૌથી ધનવાન ૧૦ વ્યક્તિની યાદી | top 10 richest person in india 2021
વર્ષ ૨૦૨૧ ના ભારતના સૌથી ધનવાન ૧૦ વ્યક્તિની યાદી | top 10 richest person in india 2021

top 10 richest person in india 2021

1.મુકેશ અંબાણી

મુકેશ અંબાણી છેલ્લા એક દાયકાથી ફોર્બ્સની ભારતના સૌથી ધનવાન વ્યક્તિની યાદીમાં ટોચ પર છે. આ વર્ષે, મુકેશ અંબાણીની કુલ સંપત્તિ માં $88.7 બિલિયન ડૉલર થી $92.7 બિલિયન ડૉલર રહેવાનો અંદાજ છે.

2.ગૌતમ અદાણી

મુકેશ અંબાણી પછી ગૌતમ અદાણી $74.8 બિલિયન ડૉલર સાથે ભારતના બીજા નંબરના ધનવાન વ્યક્તિ છે છે. ગૌતમ અદાણી, જેઓ અદાણી ગ્રૂપના ચેરમેન અને સ્થાપક છે, આ વર્ષે તેમની સંપત્તિમાં $49.5 બિલિયન ડૉલર નો ઉમેરો થયો છે..

3.શિવ નાદર

HCL ટેક્નોલોજિસના શિવ નાદરની સંપત્તિમાં $10.6 બિલિયન ડૉલર નો વધારો જોવા મળ્યો છે અને હાલ માં તેમની સંપતી $31 બિલિયન ડૉલર છે.

4.રાધાકિશન દામાણી

ડી માર્ટના સ્થાપક રાધાકિશન દામાણી ની આવક પાછલા વર્ષમાં $15.4 બિલિયનથી લગભગ બમણી થઈને $29.4 બિલિયન થઈ ગઈ છે

5.સાયરસ પૂનાવાલા

સાયરસ પૂનાવાલાની કુલ સંપત્તિ $19 બિલિયન ડૉલર છે. તેમની શ્રી પૂનાવાલાની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા કંપની છે જે હાલમાં કોરોના વાયરસ ની રસી કોવિશિલ્ડનું ઉત્પાદન કરી રહી છે

6.લક્ષ્મી મિત્તલ

સ્ટીલ ઉદ્યોગપતિ, લક્ષ્મી મિત્તલ જે ગયા વર્ષે 10 મા સ્થાને રહ્યા હતા તે 2021 માં ચાર સ્થાન આગળ વધ્યા છે. લક્ષ્મી મિત્તલ આર્સેલર મિત્તલના ચેરમેને છે તેમની સંપત્તિ માં $8 બિલિયનનો વધારો થયો છે. અત્યારે તેમની કુલ સંપત્તિ $18.8 બિલિયન ડૉલર છે.

7.સાવિત્રી જિંદાલ

સાવિત્રી જિંદાલ ટોપ 10 ની યાદીમાં એકમાત્ર મહિલા છે જે ઓપી જિંદાલ ગ્રુપની માલકિન છે. તેની વર્તમાન સંપત્તિ $18 બિલિયન છે.

8.ઉદય કોટક

ઉદય કોટક એ કોટક મહિન્દ્રા બેંકના વડા છે તેઓ $16.5 બિલિયન ડૉલર ની સંપતિ સાથે ભારતના 8મા સૌથી ધનિક વ્યક્તિ તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. 2020માં તેમની સંપતિ $11.3 બિલિયન ડૉલર ની હતી જે વધીને $16.5 બિલિયન ડૉલ થઈ છે

9.પલોનજી મિસ્ત્રી

શાપૂરજી પલોનજી ગ્રુપના પલોનજી મિસ્ત્રીએ ગયા વર્ષે તેમની સંપત્તિ માં $5 બિલિયન ડૉલર નો વધારો કર્યો છે હાલ તેમની કુલ સંપતિ $16.4 બિલિયન ડૉલર ની છે

10.કુમાર બિરલા

કુમાર બિરલા ગયા વર્ષે 14મા ક્રમે રહ્યા બાદ આ વર્ષે તો ભારતના સૌથી ધનવાન વ્યક્તિના લિસ્ટમાં 10મા સ્થાને છે. આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર બિરલા પાસે $15.8 બિલિયન ડૉલરની સંપત્તિ હોવાનો અંદાજ છે,

આ પણ જરૂર વાંચો :

ભારતનાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ની યાદી

ભારતીય મંત્રીઓની યાદી 2021

ભાઈ બીજની હાર્દિક શુભકામના ના PNG ફોટાઓ

Author : Gujarati Tips Team

મિત્રો તમે વર્ષ ૨૦૨૧ ના ભારતના સૌથી ધનવાન ૧૦ વ્યક્તિની યાદી | top 10 richest person in india 2021 આ લેખ ગુજરાતી ટિપ્સના Gujju Fan દ્વારા પ્રસારીત કરવામાં આવ્યો છે મિત્રો આ લેખ તમને કેવો લાગ્યો અમને જરૂર જણાવજો આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *